મિડલ ક્લાસ મોદી માટે વ્યસની છે. ધીમી વૃદ્ધિ, સ્થગિત સુધારા અને દમનકારી કરથી કોઈ ફરક પડતો નથી

વડોદરા માં માર્ગ સલામતી જાગૃતિ અભિયાન, લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા અપીલ 📰
વડોદરા:
વડોદરા શહેરમાં આજે માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા ખાસ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. આ અભિયાનમાં સ્થાનિક લોકો, પોલીસ અધિકારીઓ અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો.
અભિયાન દરમિયાન લોકો હાથમાં બેનર લઈને રસ્તા પર ગાડી ધીમી ચલાવવા અને સુરક્ષિત ડ્રાઈવિંગ માટે સંદેશ આપતા નજરે પડ્યા. કેટલીક બેનર પર લખેલું હતું—
“મારા બાળકો ઘરે રાહ જોઈ રહ્યા છે, ભાઈ ગાડી ધીમી ચલાવો…”
“હું મારા માતા-પિતાનું એકમાત્ર સંતાન છું, કૃપા કરી ગાડી સંભાળી ને ચલાવો…”
પોલીસ અધિકારીઓએ લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને માર્ગ અકસ્માત અટકાવવા અપીલ કરી. આ અભિયાનનો ઉદ્દેશ્ય રસ્તાઓ પર સુરક્ષા સુનિશ્ચિત કરવો અને લોકોને ટ્રાફિક નિયમો વિશે વધુ સજાગ બનાવવાનો હતો.
📍 (એડિટર વલી ખાન વડોદરા)