વડોદરામાં માથું ઉંચકી રહેલ ખંડણીખોર કાસમઆલા ગેંગને પોલીસે નવાવર્ષની શરૂઆત સાથે જ પકડી અસામાજિક તત્વોને શાનમાં સમજી જવા સંદેશ આપ્યો હતો.કાસમઆલા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુના નોંધી પોલીસે કોર્ટમાં રજુ કરી 12 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા ત્યારે રિમાન્ડ દરમિયાન ખંડણીખોર કાસમઆલા ગેંગના કરતૂતો સામે આવી રહ્યા છે.કાસમઆલા ગેંગે 10 વર્ષમાં 164 ગુનાઓને અંજામ આપ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે,સાથે જ ખંડણીનો ભોગ બનનારાઓના નામો લખેલી ડાયરી સૌરાષ્ટ્રના ગામડામાં ઘરમાં અનાજની કોઠી છુપાવી હોવાનું પણ ખુલ્યું છે જે કબ્જે કરવા પોલીસ સૌરાષ્ટ્ર જશે.
એડિટર વલી ખાન
